Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતતા લાવવા સાયકલિસ્ટોએ યોજી 50 કિમી લાંબી સાયકલ યાત્રા…

ભરૂચ : વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતતા લાવવા સાયકલિસ્ટોએ યોજી 50 કિમી લાંબી સાયકલ યાત્રા…
X

આજે વિશ્વ રક્તદાન દિવસની દુનિયાભર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચના 2 સાયકલિસ્ટોએ 50 કિલોમીટર લાંબી સાયકલ યાત્રા યોજી લોકોમાં રક્તદાન અંગે જાગૃતતા લાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો..

દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ દર વર્ષે જૂન માસની તા. 14ના રોજ ઉજવવામાં આવે છે. આની શરૂઆત સને 2007ના વર્ષથી કરવામાં આવી હતી. જે A, B, O રક્તસમુહ પ્રણાલી (ABO blood group system)ના શોધક, જે માટે તેમને ઇ.સ. 1930ના વર્ષનું નોબૅલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું. વિશ્વ આરોગ્ય સંસ્થાએ પહેલ કરી વિશ્વને રક્તદાનનું મહત્વ સમજાવવા આ દિન મનાવી પ્રયાસ આદર્યો છે..

ત્યારે આજના આ વિશ્વ રક્તદાન દિને ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા "રક્તદાન એ જ મહાદાન"ના સૂત્રને સાર્થક કરવા અને લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે 50 કિલોમીટર લાંબી સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસે ભરૂચ રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રક્તદાન કરીને સાયકલ યાત્રાનું સમાપન કર્યું હતું...

Next Story