Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રૂ. 18 કરોડના ખર્ચે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા...

ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વન અધિકાર હેઠળ 559 પત્ર એનાયત કરવામાં આવ્યા હતા,

ભરૂચ : નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે રૂ. 18 કરોડના ખર્ચે વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા...
X

ભરૂચમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે વન અધિકાર હેઠળ 559 પત્ર એનાયત કરવામાં આવ્યા હતા, આ સાથે જ રૂપિયા 18 કરોડના ખર્ચે વિકાસ પામનાર વિવિધ કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા.

વિશ્વ આદિવાસી દિવસ નિમિતે ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી નેત્રંગ સ્વામીનારાયણ મંદિર સંકુલ ખાતે કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લામાં કુલ રૂ. 18 કરોડના ખાતમુહૂર્ત અને વ્યક્તિગત લાભાર્થીઓને જુદી જુદી યોજના હેઠળ લાભ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વન અધિકાર અધિનિયમ હેઠળ 559 વન અધિકાર પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં અંદાજે કુલ 593.85 હેક્ટર જેટલી જમીન આદિવાસી લાભાર્થીઓને મળ્યા હતા. મંડપ યોજનાના 120 લાભાર્થીઓને પૂર્વ મંજૂરી પત્ર એનાયત કરાયા હતા. માનવ ગરિમા યોજના હેઠળ 41 લાભાર્થીઓને જુદી જુદી કીટ વિતરણ તથા વ્યક્તિગત ધોરણે મકાન સહાયના 76 લાભાર્થીઓને મંજૂરી પત્ર અપાયા હતા. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પ્રયોજના વહીવટદાર વી.જી.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષી, મારુતિસિંહ અટોદરિયા સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story