ભરૂચ : વિશ્વ યોગ દિવસ નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાધના સ્કૂલ ખાતે યોગ શિબિર યોજાય...

વિશ્વ યોગ દિવસ નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શહેરની સાધના સ્કૂલ ખાતે યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ : વિશ્વ યોગ દિવસ નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સાધના સ્કૂલ ખાતે યોગ શિબિર યોજાય...
Advertisment

વિશ્વ યોગ દિવસ નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા શહેરની સાધના સ્કૂલ ખાતે યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

આજના તણાવભર્યા જીવનમાં નવી ચેતના જગાવવા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાના શુભ આશયથી વિશ્વ ભરમાં તા. 21 જૂને યોગ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ-ભરૂચ દ્વારા સાધના સ્કૂલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યોગ ટ્રેનર શિક્ષક કિરણ જોગીદાસે મોટી સંખ્યા ઉપસ્થિત યોગપ્રેમીઓને યોગ કરાવ્યા હતા આ સાથે જ મેડિટેશન એક્સપર્ટ બી.એલ.પટેલે જીવનને કેવી રીતે તણાવમુક્ત કરી શકાય તેની જાણકારી આપી હતી. આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, વોર્ડના નગરસેવક ચિરાગ ભટ્ટ, ગણેશ કાયસ્થ, જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જીજ્ઞાશા ગોસ્વામી માને, સાધના સ્કૂલના ટ્રસ્ટી તેમજ શિક્ષકગણ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી યોગ શિબિરનો લાભ લીધો હતો.

Latest Stories