ભરૂચ:અંકલેશ્વરમાં ફરી એકવાર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરાયુ,130 પોલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા

અંકલેશ્વરના સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગર વિસ્તારમાં 22 પોલીસ અધિકારીઓ અને 130 પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી કોમબિંગનું આયોજન કરાયું હતું

ભરૂચ:અંકલેશ્વરમાં ફરી એકવાર પોલીસ દ્વારા નાઈટ કોમ્બિંગ હાથ ધરાયુ,130 પોલીસ અધિકારી અને કર્મચારીઓ જોડાયા
New Update

ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વાર અંકલેશ્વરના સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગર વિસ્તારમાં 22 પોલીસ અધિકારીઓ અને 130 પોલીસ કર્મીઓની અલગ અલગ ટીમો બનાવી કોમબિંગનું આયોજન કરાયું હતું

ભરૂચ જિલ્લા.એસપી.ડો,લીના પાટીલે અસામાજિક પ્રવૃતિઓ પર અંકુશ લાવવાના હેતુથી શકમંદ ઇસમો ભાડુઆતની જાણ ન કરતા મકાન માલીકોને નંબર પ્લેટ વગરના તેમજ શકમંદ વાહનો,હથિયાર, પ્રોહીબિશન પ્રવૃતિ, નાર્કોટીક્સ, ગુનેગારોને ચેક કરવા તેમજ તકેદારી રાખવા માટે દરેક પોલીસ મથકમાં આદેશ આપ્યા હતાં.અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગર વિસ્તારમાં મોટા ભાગના પરપ્રાંતીયો અન્ય રાજ્યમાંથી આવીને વસવાટ કરે છે.જેથી અંકલેશ્વર GIDC પોલીસે તેમના વિસ્તારમાં આવતા સારંગપુર, મીરાનગર, લક્ષ્મણનગરમાં ભરૂચ જીલ્લા LCB,SOG.પેરોલ સ્કોર્ડ, ક્યુ.આર.ટી, BDDS. તથા અંકલેશ્વર ડીવીઝનના તમામ અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ 17 ટીમો બનાવી કોમ્બીંગનું આયોજન કરવામાં આવ્યું.હતું. જેમા ASP-01, DYSP-01, PI,-08, PSI-12 અને ASI-HC-PC-130 કર્મીઓ કોમબિંગની કામગીરીમાં.જોડાયા હતાં.આ કોમબિંગ દરમિયાન પોલીસે અલગ અલગ વિસ્તારમાં સર્ચ કરતા પોલીસે એમ.વી.એકટ 207 મુજબ કુલ 91 વાહન જપ્ત કર્યા હતા. જ્યારે IPC કલમ 188 મુજબ જાહેરનામા ભંગ કરનાર મકાન/દુકાન ભાડુઆત વિરૂધ્ધના કુલ 44 કેસ કર્યા હતા.પ્રોહીબીશન એકટ મુજબ કુલ 18 કેસો, દારૂ પીને વાહન ચલાવતા ઇસમો વિરૂધ્ધ 07 કેસ,એચ.એસ.ચેક-05,એમ.સી. આર.ચેકના 22 અને બી-રોલ હેઠળ 67 લોકો સામે કાયદેસર કાર્યવાહી કરાઈ હતી.પોલીસ દ્વારા અચાનક કોમબિંગ હાથ ધરવામાં આવતા ગુનાખોરી આચારતા ગુનેગારોમાં ફફડાટ ગેલાઈ ગયો છે.

#Bharuch #Gujarat #Connect Gujarat #BeyondJustNews #employees #joined #Ankleshwar police #Police officers #night combing
Here are a few more articles:
Read the Next Article