Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરાના વિલાયતમાં એક દિવસીય વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન,26 ટીમો લીધો ભાગ

વિલાયત ગામના પ્રજ્ઞેશ પટેલ ગ્રાઉન્ડ ખાતે ગત શનિવારે શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

ભરૂચ: વાગરાના વિલાયતમાં એક દિવસીય વોલીબોલ ટૂર્નામેન્ટનું આયોજન,26 ટીમો લીધો ભાગ
X

ભરૂચના વાગરા તાલુકાના વિલાયત ગામના પ્રજ્ઞેશ પટેલ ગ્રાઉન્ડ ખાતે ગત શનિવારે શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૬ જેટલી ટીમોએ ભાગ લીધો હતો. બે વોલીબોલ ગ્રાઉન્ડમાં આખી રાત ચાલેલી ટૂર્નામેન્ટમાં કરમડી ગામની ટીમ વિજેતા બની હતી. ત્યારે રનરઅપ રહાડ ગામની ટિમ બની હતી. વોલીબોલ ટૂર્નામેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેકટર અજયસિંહ રણા, શ્રી ત્રાલસા વિભાગ પાટીદાર સમાજના પ્રમુખ જયંતીભાઈ પટેલ, સામાજિક આગેવાનો કિશોરભાઈ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ સહિત વિલાયત ગામના અને ટુર્નામેન્ટના આયોજક તરીકે પ્રજ્ઞેશ પટેલ અને તેઓના સહયોગી રશ્મિન પટેલ, સમીર પટેલ, કલ્પેશ પટેલ સહિતના ઉત્સાહી યુવાઓ જોડાયા હતા.

Next Story