Connect Gujarat
ભરૂચ

ભરૂચ : આસ્થાના કેન્દ્ર સમાન માઁ નર્મદાની મધ્યપ્રદેશનો માત્ર 15 વર્ષીય કિશોર કરી રહ્યો છે પરિક્રમા...

નર્મદા નદીએ પશ્ચિમ તેમજ મધ્ય ભારતની સૌથી મહત્વની નદી છે. મધ્ય પ્રદેશના અમરકંટકની પહાડીઓમાંથી નીકળીને ભરૂચ નજીક સમુદ્રમાં મળે છે

ભરૂચ : આસ્થાના કેન્દ્ર સમાન માઁ નર્મદાની મધ્યપ્રદેશનો માત્ર 15 વર્ષીય કિશોર કરી રહ્યો છે પરિક્રમા...
X

ભારત ભરમાંથી દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર માઁ નર્મદા નદીની પરિક્રમા માટે આવે છે. નર્મદા પરિક્રમા ખૂબ જટિલ યાત્રા છે, તેવું કદાચ તમે સાંભળ્યું પણ હશે. તો મધ્યપ્રદેશથી માત્ર 15 વર્ષીય કિશોર નર્મદા પરિક્રમા કરી રહ્યા છે.

નર્મદા નદીએ પશ્ચિમ તેમજ મધ્ય ભારતની સૌથી મહત્વની નદી છે. મધ્ય પ્રદેશના અમરકંટકની પહાડીઓમાંથી નીકળીને ભરૂચ નજીક સમુદ્રમાં મળે છે. અમરકંટકથી ભરૂચનાં સમુદ્ર સંગમ સુધી 1312 કિ મી ની સંપૂર્ણ પરિક્રમા કરતા 3 વર્ષ, 3 મહિના અને 13 દિવસનો સમય લાગે છે. આ યાત્રા પોતાનામાં એક અનોખી અને રેવાનાં 11 રહસ્યોનો સાક્ષાત્કાર કરાવનારી પરિક્રમાવાસીઓ ગણાવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે સમુદ્ર મંથન બાદ નીકળેલા વિષને ગ્રહણ કરતા ભગવાન શિવને પરસેવો થયો હતો. જે પ્રસ્વેદ નદીનું સ્વરૂપ ધારણ કર્યુ તે નર્મદા. એટલે નર્મદાને શિવ પુત્રી કહેવાય છે. પુરાણોમાં નર્મદા નદીની પરિક્રમા કરવાથી અનેક પાપ ધોવાઈ જતા હોવાની માન્યતા રહેલી છે જેથી હજારો લોકો દેશ-વિદેશથી વિવિધ પ્રકારની નર્મદા પરિક્રમા કરતા હોય છે. સાધુ સંતો મહંત અને અનેક લોકો માં નર્મદાની પરિક્રમા કરી ધન્યતા અનુભવતા હોય છે. હાલ હજારો પરિક્રમાવાસીઓ ભરૂચ જિલ્લામાં નજરે પડી રહ્યા છે મોટર માર્ગે બસ અને પદયાત્રા ખેડી પરિક્રમાવાસીઓ ભરૂચ જિલ્લામાં આવી પહોંચ્યા છે. આ યાત્રા કરવા માટે સાંપ્રત સમયમાં યુવાનો મહિલાઓ અને અનેક શ્રદ્ધાળુઓ પણ નર્મદા પરિક્રમા કરતા હોય છે, ત્યારે મધ્યપ્રદેશ ખાતે રહેતા 15 વર્ષીય કિશોર નર્મદા પરિક્રમા માટે આવી પહોંચ્યો છે. મધ્યપદેશના છોટી છીપાનેલ નામના ગામના માત્ર 15 વર્ષીય કિશોર નર્મદા પરિક્રમા કરી રહ્યો છે. 15 વર્ષીય વિશાલ સાંગ્યા કેવટ હાલ ધોરણ 9માં અભ્યાસ કરે છે. વિશાલ સાંગ્યા કેવટ તેના દાદા-દાદી સાથે નર્મદા પરિક્રમા માટે નીકળ્યો છે. નર્મદા પરિક્રમા અંગે ધાર્મિકતાને લઈને યુવક પરિક્રમા માટે નીકળ્યો હોવાનું જણાવ્યું હતુ 15 વર્ષીય કિશોરની માં નર્મદા પ્રત્યે શ્રદ્ધા અને આસ્થા જોઈને સૌ કોઈને અચરજ પમાડે તેમ છે. માત્ર આટલી ઉંમરમાં કિશોરે માઁ નર્મદા નદીની પરિક્રમા કરી ધન્યતા અનુભવતો હોવાની લાગણી વ્યક્ત કરી હતી.

Next Story