ગુજરાત સરકાર અને એસ.એસ.આઈ.પી ૨.૦ ઉપક્રમે વિવિધ ઇજનેરી કોલેજ ખાતે તારીખ-૧૭મી સપ્ટેમ્બરથી ૧૫મી ઓકટોબર સુધી રીસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરે અને આત્મનિર્ભર ભારત માટે યુવાનોનું સશક્તિકરણ કરવાના હેતુથી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે ભરૂચની સરકારી ઇજનેરી કોલેજ ખાતે એકસેલેંટ ઇન્ફ્રા સ્ટ્રકચર લીમીટેડના સ્થાપક અશોક જાદવની અધ્યક્ષતામાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલ અંગે માર્ગ દર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ નિમિષાબેન પરમાર, ઉપસરપંચ યુવરાજસિંહ પરમાર અને સભ્ય વિક્રમસિંહ રાજ,સરકારી ઈજનેરી કોલેજ ભરૂચના આચાર્ય ડો. પી. પી. લોઢા તેમજ એસ.એસ.આઈ.પી ૨.૦ના કોર્ડીનેટર વી. વાય. દોશી સહીત કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ:સરકારી ઇજનેરી કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ રિસર્ચ એન્ડ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરાયુ.!
New Update
Latest Stories