/connect-gujarat/media/post_banners/44c9452b56c0095a107fc4551f34dbbe6b4418c7f593c472ce858ca171c244b3.jpg)
ભરૂચની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના શિક્ષકોના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સંસ્થાના શિક્ષકો હાજર રહ્યા હતા.
સંસ્કાર ભારતી ટ્રસ્ટ ભરૂચ સંચાલિત રૂંગટા વિદ્યાભવન રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલય,SMCP સંસ્કાર વિદ્યાભવન અને રાધા બાલવાટિકા ઝાડેશ્વરના તમામ શિક્ષકમિત્રોનો વર્કશોપ કાર્યક્રમ હોટલ રિજેન્ટા ખાતે યોજાયો હતો.આ કાર્યક્રમના મુખ્ય મહેમાન સૃજનપાલ સિંઘ,પેનલિસ્ટ મુકેશ ચૌધરી મિશન બુનિયાદ- શૈક્ષણિક વિભાગ દિલ્હી સરકારના ખાસ સલાહકાર દેવેન્દ્ર સિંઘ આચાર્ય આ તજજ્ઞો દ્રારા પેનલ ડિશ્કશન NCP-NCF ક્લાસરૂમ મેનેજમેન્ટ પર કરવામાં આવ્યું અને બૌધ્ધિક ક્ષમતા સેમિનારમાં શિક્ષકોના મનમાં ઉદભવતા Teaching-Learningના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતુ.