ભરૂચ: ટ્રાફિકના જવાનોની દાદાગીરી સામે વાહનચાલકોમાં રોષ,કહ્યું અમે ગુંડા નથી કે આ રીતે માર મારવામાં આવે

ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાને ટ્રક ચાલકને માર મારવાના મામલામાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

New Update
ભરૂચ: ટ્રાફિકના જવાનોની દાદાગીરી સામે વાહનચાલકોમાં રોષ,કહ્યું અમે ગુંડા નથી કે આ રીતે માર મારવામાં આવે

ભરૂચના એબીસી સર્કલ નજીક ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જવાને ટ્રક ચાલકને માર મારવાના મામલામાં વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.વાહનચાલકોએ આક્ષેપ કર્યા હતા કે ટ્રાફિકના જવાનો વારંવાર હેરાનગતિ કરે છે.

ભરૂચના ટ્રાફિકનું નિયમન સુચારુ રીતે થઈ શકે એ હેતુથી ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી અને તે અંતર્ગત જવાનો પોલોસકર્મી સાથે રહી શહેરમાં ટ્રાફિકનું સંચાલન કરે છે જો કે કેટલાક જવાનોના કારણે ચાલકોએ વેઠવાનો વારો આવે છે. ભરૂચની એ.બી.સી.ચોકડી નજીક ટ્રાફિકનો જવાન ટ્રક ચાલકને માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો જેમા સ્પષ્ટપણે જવાનની દાદાગીરી નિહાળી શકાય છે.

આવા અનેક વિડીયો અગાઉ પણ વાયરલ થઈ ચૂક્યા છે જેમાં ટ્રાફિકના જવાનો બેફામ હોવાનું લાગી રહ્યું છે. ટ્રાફિકના જવાનોની આવી હરક્તના કારણે વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.વાહન ચાલકોએ જણાવ્યું હતું કે અમે ગુંડા નથી કે આ રીતે વર્તન કરવામાં આવે. આ ઉપરાંત તેઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ટ્રાફિકના જવાનો દ્વારા વારંવાર હેરાનગતિ કરવામાં આવે છે.

બેફામ બનેલા ટ્રાફિકના જવાનો પર અંકુશ લગાવવામાં કેમ નથી આવતો? કેમ કોઈ પગલા નથી ભરાતા એ પ્રશ્ન ઉઠી રહ્યો છે. ટ્રાફિકના જવાનોને કાયદો હાથમાં લેવાની સત્તા કોણે આપી? રોફ જમાવવા માટે વાહનચાલકો સાથે આવું વર્તન નહીં ચલાવી લેવાય એ વાત ચર્ચાઈ રહી છે ત્યારે ભરૂચ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ અનિષ પરીખ બે લગામ બનેલા જવાનોને અંકુશમાં લેવા કોઈ પગલા ભરે છે કે કેમ એ જોવું રહ્યું

Latest Stories