ભરૂચ : ચૂંટણી ટાણે આલી વાલ્મિકી વાસના રહીશોમાં આક્રોશ, રોડ-રસ્તાને લઈ કોન્ટ્રાક્ટર તેમજ નગરસેવકનો ઉધડો લીધો..!

ભરૂચ પાલિકા દ્વારા વ્હાલા દવલાની નિતેને લઈ ભરૂચના આલી વાલ્મિકી વાસના રહીશો રોડ પર ઉતારી આવ્યા હતા.

New Update
ભરૂચ : ચૂંટણી ટાણે આલી વાલ્મિકી વાસના રહીશોમાં આક્રોશ, રોડ-રસ્તાને લઈ કોન્ટ્રાક્ટર તેમજ નગરસેવકનો ઉધડો લીધો..!

ભરૂચ પાલિકા દ્વારા વ્હાલા દવલાની નિતેને લઈ ભરૂચના આલી વાલ્મિકી વાસના રહીશો રોડ પર ઉતારી આવ્યા હતા. 5 વર્ષ પહેલાં 6 ટર્મથી સાંસદ તરીકે રહી ચૂકેલા મનસુખ વસાવા દ્વારા આલી વાલ્મિકી વાસ ખાતે સફાઈ અભિયાનનો કાર્યક્રમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ વિસ્તારની ગંદકીને લઈ નગરપાલિકાના સત્તાધીશોને આડે હાથ લીધા હતા. ત્યારબાદ પાલિકાને હુકમ કરવામાં આવ્યો હતો કે, તાત્કાલિક ધોરણે વિસ્તારની સાફસફાઈ કરાવી, રહીશોના મકાનમાં જતું ગટરનું ગંદુ પાણી બંધ કરાવવું. પરંતુ આજદિન સુધી અહીના વિસ્તારમાં રોડ રસ્તા કે, ગટરનું કામ થયું નથી, અને આજે જ્યારે રસ્તાનું કામ થઈ રહ્યું છે તો ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાના ઈશારે પહેલા તેમના ઘર પાસે અને બીજા સ્થળે કામ થઈ રહ્યું છે.

આ વાત ને લઈ આલી વાલ્મિકી વાસના રહીશો રસ્તા પર ઉતરી આવી કોન્ટ્રાક્ટરનું કામ બંધ કરાવી લગાડેલા પેવર બ્લોક કાઢી લેવડાવી કામ બંધ કરાવ્યું હતું, અને જ્યાં સુધી આલી વાલ્મિકીવાસની ગટર તેમજ રસ્તાનું કામ નહીં થાય ત્યાં સુધી બીજા રોડનું કામ નહીં કરવા દઈએ તેવો સ્થાનિકોનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.

Latest Stories