Connect Gujarat
ભરૂચ

ભરૂચ : નેત્રંગના આટખોલ ગામે પીવાના પાણી સમસ્યાને લઈને મહિલાઓમાં આક્રોશ, મામલતદારને માટલાં ફોડી રજૂઆત

મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત બાદ પણ અધિકારીઓનાં પેટનું પાણી હાલતું નથી.

X

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ આટખોલ ગામે છેલ્લા લગભગ ૧૮ વર્ષથી પીવાના પાણીની સમસ્યાઓને લઈને આટખોલ ગામની મહિલાઓએ નેત્રંગ તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.

ભરૂચ જિલ્લાના નેત્રંગ ચાર રસ્તાથી આટખોલ ગામની મહિલાઓ માથે પાણીના માટલા અને સૂત્રોચ્ચાર સાથે નેત્રંગ મામલતદાર કચેરી ખાતે તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારી તેમજ પાણી પુરવઠા વિભાગની કચેરીમાં માટલા ફોડી સ્થાનિક મહિલાઓ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.મહિલાઓ દ્વારા જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત બાદ પણ અધિકારીઓનાં પેટનું પાણી હાલતું નથી.

સાથે જ્યાં સુધી પાણીની સમસ્યાનું નિવારણ ન આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી. અને જ્યાં સુધી પાણી નહિ મળે ત્યાં સુધી આ જ રીતે કચેરીઓમાં વિરોધ કરશે તેમ જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ સતત ગેરહાજર રહે છે અને તેઓના પતિ વહીવટ કરતા હોવાનું લોકોમાં ચર્ચાયું હતું.

Next Story