ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા ના આઉટ સોર્શીગના કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા સરકારી કામમાં રોક લાગી હતી. જનસેવા કેન્દ્ર બંધ થતા તાલુકાભર માંથી આવતા લોકો ને ધક્કા પડ્યા હતા.
ભરૂચના વાગરા મામલતદાર કચેરી,તાલુકા પંચાયત,પશુ દવાખાના,સમાજ સુરક્ષા તેમજ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાકટ પ્રથામાં કામ કરતા કર્મચારીઓએ પોતાની માંગોને લઈને રાજ્ય સરકાર સામે હડતાળ પર ઉતરી કામકાજ ઠપ્પ કરી દીધુ હતુ.વાગરા તાલુકામાંથી ૭/૧૨,૮-અ,નંબર-૬,જાતિ પ્રમાણ પત્ર,આવક ના દાખલા,સિનિયર સીટીઝન ના દાખલા જેવા કામો માટે આવતા હોય છે.આઉટ સોર્સિંગના કર્મીઓ હડતાળ પર જતા દૂર દૂર ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોએ કામ કરાવ્યા વિના વીલા મોઢે ઘરે પરત ફરવાનો વારો આવ્યો હતો.આઉટ સોર્શીગના કર્મીઓ સમાન કામ,સમાન વેતન,કોન્ટ્રાકટ પ્રથા બંધ કરો અને મળવા પાત્ર લાભો અમને આપો જેવી અનેક માંગણી સંદર્ભે સરકાર સામે અચોક્કસ મુદ્દત માટે હડતાળનું રણસિંગુ ફૂંકતા વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો.