Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ગોવર્ધન હોસ્પિટલ ખાતે BASF કંપની દ્વારા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું

ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક આવેલ ગોવર્ધન હોસ્પિટલ ખાતે BASF કંપની દ્વારા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું પ્રાંત અધિકારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના એબીસી સર્કલ નજીક આવેલ ગોવર્ધન હોસ્પિટલ ખાતે BASF કંપની દ્વારા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું પ્રાંત અધિકારીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે કોરોનાની બન્ને લહેર દરમ્યાન હોસ્પિટલોમાં રેમડેસિવિર ઈન્જેક્સન સહિત ઓક્સિજનના અભાવે ઘણા લોકોએ પોતાના સ્વજનોને ખોવાનો વારો આવ્યો છે. જોકે, હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોચી વળવા કેન્દ્ર અને રાજ્યની સરકાર વધુ સજ્જ બની છે. તેવામાં રાજ્યભરની અનેક હોસ્પિટલોમાં ઑક્સીજન પ્લાન્ટ સહિતની જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરની ગોવર્ધન હોસ્પિટલ ખાતે BASF કંપની દ્વારા સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું પ્રાંત અધિકારી એન.આર.પ્રજાપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ઔધોગિક એકમોના CSR ફંડ હેઠળ રૂપિયા 20 લાખના ખર્ચે તૈયાર કરાયેલા ઓક્સિજન પ્લાન્ટના લોકાર્પણ પ્રસંગે વહીવટી તંત્ર અને કોર્પોરેટ જગતના અધિકારીઓ, હોસ્પિટલ સ્ટાફ સહિત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story