New Update
/connect-gujarat/media/post_banners/5e404e230687c3908fc571a5ebd91ca1a0f8776239479a54978c35585e9291ad.webp)
ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક દરોડામાં ક્રિકેટ પર ઓનલાઇન સટ્ટો રમતા પિતા પુત્રની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલ્યા છે.ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવેલ માછીવાડ વિસ્તારમાં લંકા પ્રીમિયર લીગની ટી 20 ની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન સત્તા બેટિંગનો જુગાર ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દરોડા પાડ્યા હતા જે દરમ્યાન તૌસીફ ખાન અતાઉલ્લા ખાન પઠાણ રહે, પાલેજ તેમજ અતાઉલ્લા ખાન હબીબ ખાન પઠાણ રહે. પાલેજ નાઓની ધરપકડ કરી બબલુભાઈ તેમજ ઉમાભાઈ નાઓને વોન્ટેડ જાહેર કરી 1,18,360 ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Latest Stories