Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા એપાર્ટમેન્ટના એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાશાયી,કાટમાળ નીચે દબાતા એક વ્યક્તિનું મોત

જર્જરિત બનેલ નર્મદા એપાર્ટમેન્ટના એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાસાઈ થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નિપજયુ હતુ

X

ભરૂચના જર્જરિત બનેલ નર્મદા એપાર્ટમેન્ટના એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાસાઈ થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નિપજયુ હતુ

ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના મોટા ભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે.જેમાંથી ગત મધ્યરાત્રિએ બ્લોક નંબર 18નો ઉપરના ભાગના મકાનનો કેટલોક હિસ્સો ધડાકાભેર તુટી પડયો હતો.જેના પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી ગયો હતો અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા.એપાર્ટમેન્ટનો ભાગ ધરાસાઈ થતાં મકાનમાં નિદ્રાધીન બે મહિલા,બે પુરુષ અને એક આધેડ મળી પાંચ વ્યક્તિઓ પૈકી ધર્મેશ નામના યુવકને પગમાં સામાન્ય ઈજા થઈ હતી તો આધેડ વયના પંકજ ચૌહાણ કાટમાળ નીચે દબાયા હતા.ઘટનાના પગલે ભરૃચ પાલિકાના બે ફાયર ફાયટરો અને પોલીસ કાફલો તેમજ વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.કાટમાળ નીચે દબાયેલ પંકજભાઈને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા

Next Story