Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સરદાર પટેલની જન્મજયંતિની પાટીદાર સમાજે કરી ઉજવણી, પુષ્પાંજલિના કાર્યક્રમ યોજયાં

સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી

X

દેશના લોખંડી પુરૂષનું ઉપનામ મેળવનારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિની ભરૂચમાં પાટીદાર સમાજે ઉજવણી કરી હતી. તારીખ 31મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ છે. સરદાર વલ્લભભાઇ પટેલે દેશની આઝાદી સમયે રજવાડાઓને ભેગા કરવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. ભરૂચના સમસ્ત પાટીદાર સમાજ દ્રારા સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી કરાય હતી. આ અવસરે સોનેરી મહેલ, સ્ટેચ્યુ પાર્ક તથા સેવાશ્રમ હોસ્પિટલ ખાતે આવેલી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાય હતી. આ પ્રસંગે પાટીદાર સમાજના આગેવાનો તથા એસપીજી અને ખોડલધામ ગૃપના સભ્યો હાજર રહયાં હતાં. તેમણે સરદાર પટેલ અમર રહોના નારા લગાવ્યાં હતાં.

Next Story