ભરૂચ : આમોદમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોના પડતર પ્રશ્નો, માંગ નહીં સંતોષાય તો વિતરણ-વ્યવસ્થા બંધ કરવાની ચીમકી

આમોદ નગરના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ આમોદ નાયબ મામલતદારને આવેદન પત્ર આપી પોતાની પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત કરી હતી.

New Update
ભરૂચ : આમોદમાં સસ્તા અનાજની દુકાનના સંચાલકોના પડતર પ્રશ્નો, માંગ નહીં સંતોષાય તો વિતરણ-વ્યવસ્થા બંધ કરવાની ચીમકી

ભરૂચ જિલ્લાના આમોદ નગરના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ આમોદ નાયબ મામલતદારને આવેદન પત્ર આપી પોતાની પડતર માંગણીઓ મુદ્દે રજૂઆત કરી હતી. જો સમયમર્યાદામાં માંગણીઓ નહીં સંતોષાય તો 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસથી વિતરણ વ્યવસ્થા બંધ કરવાની લેખિતમાં ચીમકી ઉચ્ચારી હતી.

આમોદના દુકાન સંચાલકોએ પોતાની 10 મુદ્દાની વિવિધ માંગણીઓ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સંબોધીને આમોદ નાયબ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. જેમાં પોષણક્ષમ દુકાન બનાવવાની માંગણી કરી હતી. જેમાં વેતન નક્કી કરી રૂ. 25,000ની આવક નિર્ધારિત કરવી, દુકાન ભાડાની જોગવાઈ કરવી, તોલાત અને ઓપરેટરને નક્કી કરેલી રકમ મંજૂર કરવી, નેટ તથા સ્ટેશનરી ખર્ચ આપવો, વિતરણ ઘટ મંજૂર કરવો, કોરોના સહાય ચૂકવવી, ઇ-શોપ બાબતે દુકાનદારો સાથે ચર્ચા કરી વિચારણા કરવી સહિતના વિવિધ મુદ્દાઓ બાબતે દુકાન સંચાલકોએ આમોદ નાયબ મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું. આ બાબતે દુકાન સંચાલક અંગેશસિંહ યાદવે જણાવ્યું હતું કે, સરકાર તરફથી અમોને નિરાશાજનક જવાબો મળે છે, જેથી અમોએ આવેદન પત્ર આપી સરકાર અમોને વેતન કે, સરકારી ભથ્થા આપે તેવી માંગણી કરી છે.