/connect-gujarat/media/post_banners/858c2a8e4dcab38a8145c6abe68f82818ee41d23d5e15cc6c4b02b928dfd3b42.jpg)
ભરૂચ જિલ્લા પેન્શન મંડળ દ્વારા પેન્શનર ડે ની ઉજવણી તેમજ સાધારણ સભાનું આયોજન કરાયું હતું.
ભરૂચ જિલ્લા પેન્શન મંડળ ભરૂચ દ્વારા પેન્શનર ડે નિમિતે સાધારણ સભાનું આયોજન 17 મી ડિસેમ્બરના રોજ ડો.બાબા સાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતે કરવામાં આવ્યું છે.જેમાં મુખ્ય મહેમાન તરીકે ડી.કે વસાવા નિવૃત નાયબ કલેક્ટર,તેમજ અતિથિ વિશેષ પદે જિલ્લા તિજોરી અધિકારી જે. એન .પટેલ,રીમેજીંગ કંપનીના સ્થાપક મનમોહન પાઠક,રાજપથ ટ્રાવેલ્સના ગજેન્દ્રસિંહ રાજ,સહિત પેન્શન મંડળના હોદ્દેદારો અને તમામ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યા બાદ વર્ષ દરમ્યાન સ્વર્ગસ્થ થયેલ સભાસદોને શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી.આ પ્રસંગે દાતાશ્રી તેમજ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૭૫ વર્ષ પૂર્ણ કરનાર સભાસદોનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.