ભરૂચ સહિત અન્ય તાલુકા મથકોએ આદિવાસી સમાજના આગેવાનોએ આવેદનપત્ર પાઠવી ખોટા અનુસુસિચત જાતિના પ્રમાણપત્રો બનાવનાર અને વાપરનાર સામે કાર્યવાહીની માંગ કરી હતી.
આદિવાસી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સબોધેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભારતનાં સંવિધાન મુજબ ગુજરાત રાજ્યના સાચા આદિવાસીઓને જાતિ પ્રમાણપત્ર બાબતે ઘોર અન્યાય થઇ રહ્યો છે.તેથી આ મુદ્દે રાષ્ટ્રપતિ ના તા.૦૬-૦૯-૧૯૫૦ તથા તા.૨૯-૧૦-૧૯૫૬ નું મોડીફાઈડ નોટીફિકેશન નું ઉલ્લંઘન કરીને કેન્દ્ર સરકાર દ્રારા ગેરબંધારણીય રીતે તા .૧૪ / ૦૯ / ૨૨ ના રોજ ૧૨ જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરવાની જાહેરાત કરેલ છે તે તાત્કાલિક રદ કરો.રબારી ,ભરવાડ , અને ચારણ જાતિ ને બક્ષીપંચમા સમાવેશ કરો . તમામ ક્ષેત્રે આદિવાસીના ખોટા જાતિ પ્રમાણપત્રો રદ કરી કાયદેસર ની કાર્યવાહી કરવા સહિત ની માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ભરુચ જિલ્લાના અન્ય તાલુકા મથકો પર પણ આજ રીતે આવેદનપત્ર પાઠવી કેન્દ્ર સરકાર દ્રારા ગેરબંધારણીય રીતે તા .૧૪/૦૯/૨૨ના રોજ ૧૨ જાતિઓને અનુસુચિત જન જાતિમાં સમાવેશ કરવાની જાહેરાત નો વિરોધ કરી તે રદ કરવાની માંગણી કરવામાં આવી હતી.