ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોનેNFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઝઘડિયા તાલુકાના ગરીબ પરિવારોનાNFSA રેશનકાર્ડ હેઠળના હકોને સુરક્ષિત રાખવા બાબતે ઝઘડિયા નાયબ કલેકટર કચેરીએ આવેદન પત્ર પાઠવી તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવાયું છે કે, ઝઘડિયા તાલુકામાંNFSA હેઠળના રાશનકાર્ડ ધારકોને જે મુજબ કુટુંબની અથવા તો કોઈપણ સભ્યની આવક મર્યાદા અથવા તો ધારણ કરેલ જમીન વિગેરે બાબતો સરકારના નક્કી કરેલ ધારા-ધોરણમાં સમાવેશ થતો ન હોય તે બાબતની પત્ર દ્વારા જાણ કરી જવાબ માંગવામાં આવે છે. પરંતુ એવા ગરીબ આદિવાસી પરિવારોને નોટીસ આપવામાં આવી છે કે, જેમનેGST એટલે શું..? તે પણ ખબર નથી.
NFSAની કલમ મુજબ દરેક પાત્ર વ્યક્તિને સબસીડીવાળા અનાજનો અધિકાર છે. સંયુક્ત માલિકીની જમીનમાં વ્યક્તિગત હિસ્સા મુજબ ગણવાની ફરજિયાત શરત છે. તેથી જમીનમાં દરેક ખાતેદારનો હિસ્સો અલગ ગણાય, તેને કુલ એકગ સાથે ગણવું ગેરકાયદેસર છે. ફક્ત જમીન માલિકીના આધારે રાશનકાર્ડ રાદ્દ કરવાની પ્રથા બંધ કરવી જોઈએ અને સામાજિક આર્થિક માપદંડોનો ઉપયોગ કરી પાત્રતા નક્કી કરવી જોઈએ. જો ગરીબ અને આદિવાસી પરિવારોનાNFSA હેઠળના હકોને સુરક્ષિત રાખવા તાત્કાલિક કાર્યવાહી નહીં કરવામાં આવે, તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે.