Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ દ્વારા પેટ્સ-શો યોજાયો, વિવિધ પ્રજાતિના પશુ-પક્ષીઓએ લોકોમાં જમાવ્યું આકર્ષણ

શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “પેટ્સ એમ્પાયર 2.0” પેટ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

X

ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા “પેટ્સ એમ્પાયર 2.0” પેટ્સ શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 150થી વધુ પેટ્સના માલિકો પોતાના અલગ અલગ પેટ્સ સાથે ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ, ઈન્ટરેક્ટ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ ભરૂચ અને મીડિયા પાર્ટનર તરીકે ભરૂચની નામાંકિત લોકલ ચેનલોના સહયોગથી ગુજરાત લેવલના પેટ્સ એમ્પાયર્સ 2.0 પેટ્સ શોનું આયોજન કરાયુ હતું, ત્યારે આ પેટ્સ શોને ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાતમાંથી વિવિધ પ્રજાતિના શ્વાન, બિલાડી, ઘોડા, પોપટ અને માછલી વિગેરેને પાળનારા લગભગ 150 જેટલા પ્રાણીપ્રેમીઓ પેટ્સ શોમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ ઇગવાના રેપટાઇન્સ, પર્સીયન કેટ, ડોગ, પક્ષીઓમાં મકાઉ પેરોટ અને ઘોડા સહિતના પેટ્સે લોકોને ખૂબ આકર્ષિત કર્યા હતા. આ પ્રદર્શનમાં પાલતું પશુઓ અને પક્ષીઓની કેવી રીતે કાળજી લેવી જોઈએ તેનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. પેટ્સ શોમાં પાલતું પ્રાણીઓ માટેની વિવિધ ચીજ વસ્તુઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. પેટ્સ શોમાં અલગ અલગ પેટ્સની સ્પર્ધા પણ રાખવામાં આવી હતી. જેમાં વિશેષ પેટ્સને મેડલ અને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના જમીનદાર, પ્રોજેક્ટ ચેરમેન સહિત અન્ય હોદ્દેદારો સહીત મોટી સંખ્યામાં પેટ્સ લવર્સ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story