Connect Gujarat
ભરૂચ

ભરૂચ: ઇલાવ ગામના કાવડયાત્રીઓ બે જયોતિર્લિંગની પગપાળા યાત્રાએ જવા રવાના,1100 કી.મી.નું કાપશે અંતર

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે

X

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાનાં ઇલાવગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ધૃષ્ણેશ્વર અને આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા ત્યારે ગ્રામજનો દ્વારા કાવડયાત્રીઓ પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.

જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જય રહ્યો છે ત્યારે ભોળાશંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે. પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે ત્યારે હાંસોટના ઇલાવ ગામના કાવડયાત્રીઓ મહારાષ્ટ્રના ધૃષ્ણેશ્વર અને આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જયોતિર્લિંગની યાત્રાએ જવા રવાના થયા હતા.ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1100 કી.મી.નું અંતર પગપાળા કાપી 20 બન્ને જયોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરશે અને દેવાધિદેવ મહાદેવને ભક્તિરૂપી જળ અર્પણ કરશે.કાવડયાત્રીઓ દ્વારા રોજનું 50 કી.મી.નું અંતર પગપાળા કાપવામાં આવશે.

Next Story