Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હોળી-ધૂળેટીને ધ્યાનમાં રાખી એસટી તંત્રનું આયોજન, શ્રમિકોને વતન લઈ જવા દોડાવશે એક્સ્ટ્રા બસ...

ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવાઈ છે.

X

ગુજરાતમાં હોળીનો તહેવાર પણ દિવાળીની જેમ જ ઉજવાઈ છે. જેથી અલગ અલગ શહેરમાં કામ કરવા ગયેલા શ્રમિકો હોળીનો તહેવાર પોતાના વતનમાં કરતા હોય છે. ભરૂચ જિલ્લામાં પંચમહાલ તરફના મોટી સંખ્યામાં લોકો કંપનીમાં કામ કરતાં હોય છે. હોળીના સમયે શ્રમિકોને પોતાના વતન જવામાં કોઈ તકલીફ નહીં થાય તે માટે ભરૂચ ડેપો તરફથી 20 માર્ચથી એક્સ્ટ્રા બસનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ એસટી. ડિવિઝન દ્વારા દિવાળીના તહેવારો તથા શુકલતીર્થના મેળા દરમિયાન એકસ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવામાં આવે છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં રહેણાંક મકાનોના અનેક પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે. જેમાં ગોધરા, પંચમહાલ, ઝાંબુઆ સહિતના વિસ્તારોના હજારો શ્રમજીવીઓ કામ કરી રહ્યા છે. હોળી-ધૂળેટી આવતાની સાથે તેઓ વતનમાં જતાં રહેતાં હોય છે, અને એકાદ મહિના પછી પરત આવતાં હોય છે. હાલમાં લોકસભાની ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ચુકી હોવાના કારણે આગામી 2 મહિના સુધી નવા કોઇ વિકાસના કામો થઈ શકે તેમ નથી, તેથી શ્રમજીવીઓની રજાઓ લંબાઈ તેવી પણ શક્યતાઓ છે.

આ અંગે ભરૂચ ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું કે, શ્રમિકોનું આખુ ગૃપ વતનમાં જવા માગતું હશે, તો એસટી તેમના દ્વારે જશે. બસની સેટિંગ કેપેસિટી મુજબ 52 મુસાફરો થાય તો એસટી બસ તેઓના દ્વારે લેવા માટે આવશે. તેઓ સરળ રીતે મુસાફરી કરી શકે અને કોઈ તકલીફ કે, અગવડતા ઉપસ્થિત ન થાય અને તેઓ પોતાના વતનમાં તહેવાર માણી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

Next Story