ભરૂચ : નેત્રંગના મૌઝા ખાતે રાજ્યમંત્રી ભિખુસિંહ પરમારના અઘ્યક્ષસ્થાને PM જન મન કાર્યક્રમ યોજાયો...

નેત્રંગ તાલુકાની માધ્યમિક શાળા મૌઝા ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

New Update
ભરૂચ : નેત્રંગના મૌઝા ખાતે રાજ્યમંત્રી ભિખુસિંહ પરમારના અઘ્યક્ષસ્થાને PM જન મન કાર્યક્રમ યોજાયો...

પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંવાદ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની માધ્યમિક શાળા મૌઝા ખાતે રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહ પરમારના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો.

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની માધ્યમિક શાળા મૌઝા ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન અંતર્ગત આદિમ જૂથના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ નિમિત્તે આદિવાસી કુળદેવી દેવમોગરા માતા અને ધરતી માતા તથા ભગવાન બિરસા મુંડાની આદિવાસી રિત-રિવાજ સાથે પૂજાવિધિ કરાય હતી. રાજ્ય કક્ષાના મંત્રી ભિખુસિંહ પરમારે જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનજાતીય ગૌરવ દિવસ ભગવાન બિરસા મુંડાની જન્મજંયતિ ૧૫ નવેમ્બરના રોજ આદિમ જૂથોના વિકાસ માટે આદિવાસી ન્યાય મહાઅભિયાન મિશનની શરૂઆત કરી હતી. પીએમ જનમન મિશનનો મુખ્ય હેતુ સરકારની વિવિધ યોજનાઓથી વંચિત રહેલા આદિમ જૂથના કુટુંબો, ફળિયા અને ગામોમાં માળખાકિય સુવિધા પુરી પાડવાનો છે. આ મિશન અંતર્ગત આદિમ જૂથોના કુટુંબો અને વસાહતોને સુરક્ષિત આવાસ, પીવાનુ ચોખ્ખું પાણી અને સાફ સફાઈ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને પોષણની સુલભતા, માર્ગ તથા આજીવિકાની સ્થાયી તકો જેવી મૂળભૂત સુવિધાઓથી પુરી પાડવા માટેનો છે, ત્યારે કાર્યક્રમ અંતર્ગત વિભાગોના કુલ ૯૮૮ લાભાર્થીઓને રૂ. ૨૩૯.૭૪ લાખના યોજનાકિય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પીએમ જન મન યોજનાં હેઠળ આદીમજુથના સમુદાય માટે આરોગ્યની સુવિધા માટે મેડીકલ મોબાઇલ યુનિટને મંત્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાંસદિયા, ઝગડીયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધા વસાવા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, પ્રયોજના વહીવટીદાર એસ.આર.ગૃપ્તે, ટ્રાયલબ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રોમિલા ઠાકુર, અધિક નિવાસી કલેકટર એન.આર.ધાંધલ, બાંધકામ સમિતિના ચેરમેન રાયસિંગ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય વર્ષા દેશમુખ, સરપંચ ચંદુ વસાવા તેમજ વિવિધ વિભાગના લાયઝન અધિકારીઓ, અન્ય પદાધિકારીઓ, મોટી સંખ્યામાં આદીમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

Latest Stories