/connect-gujarat/media/post_banners/cc1026407baa3b7ba005ba9a8a927abfff175909ecdfd3cd672d8ef0c9ab8610.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તેમજ ભાજપ મહિલા મોરચા દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે સેવાયજ્ઞ સમિતિમાં રહેતા લોકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે તા. 17 સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચની સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલ સેવાયજ્ઞ સમિતિના આસરામાં રહેતા લોકોને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ દક્ષા પટેલ, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ સહિત મહિલા મોરચાના સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.