ભરૂચ : મીઠી નીંદર માણી રહેલા પેટ્રોલ પંપના કર્મચારીઓના ખિસ્સા કપાયા, રૂ. 50 હજારની ચોરી CCTVમાં કેદ

એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ ખાતે રૂ. 50 હજાર જેટલી રોકડ રકમ પર તસ્કરે હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી

New Update
ભરૂચ : મીઠી નીંદર માણી રહેલા પેટ્રોલ પંપના કર્મચારીઓના ખિસ્સા કપાયા, રૂ. 50 હજારની ચોરી CCTVમાં કેદ

સ્ટેશન રોડ પર આવેલ પેટ્રોલ પંપની ઓફિસમાંથી થઈ ચોરી

નીંદર માણતા કર્મચારીઓના ખિસ્સામાંથી રોકડ ઉપર હાથફેરો

રૂ. 50 હજારની ચોરીની ઘાટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ ખાતે રૂ. 50 હજાર જેટલી રોકડ રકમ પર તસ્કરે હાથફેરો કરી ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ ખાતે ગત મધરાત્રિ દરમ્યાન પેટ્રોલ પંપની ઓફિસમાં 2 કર્મચારીઓ મીઠી નીંદર માણી રહ્યા હતા, આ દરમ્યાન એક અજાણ્યા તસ્કરે તેઓની ઊંઘનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. મીઠી નીંદર માણતા કર્મચારી અરવિંદ પાટણવાડીયા અને પ્રવીણ વસાવાના ખિસ્સા કાપી અજાણ્યો શખ્સ દિવસભરનો વકરો રૂપિયા 50 હજાર લઈ રફુચક્કર થઈ ગયો હતો,

ત્યારે સમગ્ર ઘટના પેટ્રોલ પંપમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, અજાણ્યો તસ્કર કેવી રીતે પેટ્રોલ પંપના કર્મચારીઓના ખિસ્સા કાપી રહ્યો છે. જોકે, પેટ્રોલ પંપના સંચાલક દ્વારા આ મામલે એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે, ત્યારે હાલ તો CCTV ફૂટેજના આધારે પોલીસે તસ્કરનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી છે.

Latest Stories