ભરૂચ: ઝઘડીયામાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચારનાર 8 નરાધમોની પોલીસે કરી ધરપકડ

ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મ આચારનાર 8 નરાધમોની પોલીસે કરી ધરપકડ

New Update
ભરૂચ: ઝઘડીયામાં કિશોરી પર સામૂહિક દુષ્કર્મ આચારનાર 8 નરાધમોની પોલીસે કરી ધરપકડ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં એક 16 વર્ષીય કિશોરી ઉપર સામુહિક દુષ્કર્મ આચારનાર 8 નરાધમોની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Advertisment

ઝઘડીયા તાલુકાના એક ગામની કિશોરી સાથે એક શખ્સે મિત્રતા બાંધી હતી. પરિચિત હોવાના કારણે કિશોરી આ શખ્સને વિશ્વાસુ માનતી હતી. પીડિતા ગરીબ પરિવારની દીકરી છે.16 ફેબ્રુઆરીની રાત્રે આ શખ્સ ફરવા લઈ જવાની લાલચ સાથે આર્થિક મદદની તૈયારી બતાવતા આ નરાધમના બદઈરાદાથી અજાણ કિશોરી તેની સાથે બાઈક ઉપર બેસી ગઈ હતી. કાવતરાના ભાગરૂપે શખ્સ તે કિશોરીને સીમમાં એક ખેતરમાં લઈ ગયો હતો.

પીડિતાની ઉંમર 16 વર્ષ આસપાસ છે જેને નરાધમે ખેતરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સાથે હીન કૃત્ય આચરી ન અટકતા તેણે અન્ય 7 મિત્રોને કિશોરી ઉપર દુષ્કર્મ ગુજારવા ખેતરમાં બોલાવ્યા હતા. આ 7 શખ્સોએ પણ કિશોરી ઉપર દુષ્કર્મ આચર્યુ હતું. સામુહિક દુષ્કર્મની ઘટનાને અંજામ આપી આરોપીઓએ કિશોરીને ભગાડી મૂકી હતી. પિશાચી કૃત્યનો ભોગ બનેલી પીડિતા આ હાલતમાં ઘરે પહોંચી હતી અને સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે ચકચારી મામલામાં ગણતરીના સમયમાં જ આઠેય આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે ધારોલી ગામેથી વિશાલ વસાવાને,મોરતળાવથી કમલેશ,માંડવા ગામેથી કાર્તિક વસાવા,મનોજ વસાવા, ભાવિન વસાવા, અક્ષય વસાવા, મેહુલ માછી પટેલ તેમજ શાહિલ મોગલ નામના આરોપીઓની ધરપકડ કરી છે.

Advertisment
Latest Stories