ભરૂચ: અંકલેશ્વરમાં અલગ અલગ સ્થળોએ ઇ-સિગારેટનું વેચાણ કરતા 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા બે ઈસમોને ઈ-સિગારેટના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update
ભરૂચ: અંકલેશ્વરમાં અલગ અલગ સ્થળોએ ઇ-સિગારેટનું વેચાણ કરતા 2 આરોપીની પોલીસે કરી ધરપકડ

અંકલેશ્વરના બે અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર રીતે વેચાણ કરતા બે ઈસમોને ઈ-સિગારેટના જથ્થા સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અંકલેશ્વર બી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. બસ ડેપો સામે આવેલ ડીશન્ટ હોટલની બાજુમાં બી.કે. પાન પાર્લર નામની દુકાનમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી અને વિવિધ ફ્લેવરની સીગારેટનો જથ્થો મળી કુલ ૧૨ હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે ડીશન્ટ હોટલની પાછળ આવેલ ખુરાત એપાર્ટમેન્ટમાં રહેતો શોયેબ નુરમોહમદ નાંદોલિયાને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.જયારે ભરૂચ એસ.ઓ.જી.નો સ્ટાફ ચાર્ટર મુજબની કામગીરી અર્થે અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહાવીર ટર્નીંગ પાસે આવેલ હોટલ દર્શનની બાજુના દર્શન પાન સેન્ટર નામની દુકાનમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી પ્રતિબંધિત હુક્કા,હુક્કાને લગતી એસેસરીઝ સહીત વિવિધ ફ્લેવરની સીગારેટનો જથ્થો મળી કુલ ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે મહાવીર ટર્નીંગ પાસે આવેલ સાંઈ ગોલ્ડન એપાર્ટમેન્ટમાં રહેતો અબરાર મોહમદ હનીફ ભોરણીયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories