ભરૂચ: મુસાફરોને રીક્ષામાં બેસાડી ચોરી કરતી ટોળકીના 3 સાગરીતોની પોલીસે કરી ધરપકડ

ભરૂચ શહેરમાં રિક્ષામાં બેસાડી રાહદારીઓના સામાનની ચોરી કરતી ટોળકીના 3 ઇસમોને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

Advertisment W3.CSS

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર સુપર માર્કેટ સામેના રોડ ઉપર રીક્ષા નંબર GJ 16 W 0192 લઈ ઉભેલા ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા,પોલીસની તપાસમાં ત્રણેય ઈસમો શહેરના અલગ અલગ વિસ્તારમાં રીક્ષા લઈ ફરતા હતા અને રાહદારીઓને પોતાની રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ત્યાર બાદ તેઓ પાસે રહેલા રૂપિયા અને પાકીટ સહિતની વસ્તુઓની ચોરી કરી લેતા હતા.પોલીસે આ મામલે કાદર અબ્દુલ શેખ અમીન હનીફ નાનાબાવા તેમજ ઇમરાન યાકુબ પટેલની ધરપકડ કરી તેઓ પાસેથી ઓટો રીક્ષા, મોબાઈલ 3 તેમજ 18 હજારની રોકડ સહિત કુલ રૂપિયા 89 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.