ભરૂચ : કારેલા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીઓની પોલીસે કરી અટકાયત...

પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમતા 6 જુગરીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધ્યો

New Update
ભરૂચ : કારેલા ગામે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 6 જુગારીઓની પોલીસે કરી અટકાયત...

ભરૂચ જિલ્લાના કારેલા ગામ ખાતે જુગાર રમતા 6 જુગારીઓની પોલિસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જીલ્લામાં પ્રોહિબિશન તથા જુગારના બનતા બનાવોને લગતી ગેરકાયદેસર પ્રવૃત્તીઓ અટકાવવા તથા ગુનાઓ શોધી કાઢવા સારૂ આપેલ સુચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.પઢિયાર તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મળેલ બાતમીના આધારે કારેલા ગામના તાડ ફળીયામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ખુલ્લામાં પાથરણું પાથરી કેટલાક ખેલીઓ પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હોય, જેથી પોલીસે બાતમીવાળી જગ્યા પર રેડ કરતા જુગાર રમતા 6 જુગરીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.