/connect-gujarat/media/post_banners/0eee28f9002e1d257c5ef4e8fb3d485b0fc9194c0347a90e7e6bee85106fe187.jpg)
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ ગામે ગેરકાયદેસર માટીખનનના મામલામાં આખરે પોલીસ ફરિયાદ નોંધાય છે ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમ સરભાણ ગામમાં પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ કરી હતી
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સરભાણ તેમજ વાતરસા ગામે થયેલા કરોડો રૂપિયાના માટી કૌભાંડમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ આમોદ તાલુકા વિકાસ અધિકારીને ૨૧ એપ્રિલના રોજ માટી કૌભાંડના કસુરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે હુકમ કર્યો હતો છતાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીના હુકમની ઐસી કી તૈસી કરી ૧૮ દિવસ બાદ પણ આમોદ તાલુકા વિકાસ અધિકારીએ ફરિયાદના નોંધાવતા ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ આજ રોજ ફરીથી સરભાણ અને વાતરસા ગામ પંચાયતના કસૂરદારો સામે ફરિયાદ નોંધાવવા હુકમ કર્યો હતો.જેના પગલે આજરોજ આમોદ પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે કનેક્ટ ગુજરાતની ટીમ આજરોજ સરભાણ ગામ ખાતે પહોંચી હતી અને ગ્રામજનો સાથે વાતચીત કરી હતી. આવો જોઈએ ગ્રામજનોએ શું કહ્યું હતું
આમોદ તાલુકાના વાતરસા ગામે આવેલી સર્વે નંબર ૧૨૨,૫૧૩ તથા ૩૨૫ વાળી જમીનમાં બિન અધિકૃત માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બદલ ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીએ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની તપાસ ટીમનો અહેવાલ પાન નંબર ૧ થી ૫૫ મોકલી ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.જયારે સરભાણ ગામે સર્વે નંબર ૬૬૫ વાળી ગૌચરની જમીનમાં બિન અધિકૃત ખોદકામ અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમનો ૧ થી ૪૧ પાનનો અહેવાલ મોકલી સરભાણ ગ્રામ પંચાયતના કસૂરદારો વિરુધ્ધ ફોજદારી કાર્યવાહી માટે પોલીસ ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો.