ભરૂચ: પોલીસ દ્વારા 31st પૂર્વે નાઈટ કોમ્બિંગ હાથ ધરાયુ, 2087 ગુના દાખલ કરાયા

જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,23 પી.એસ.આઈ સહીત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું

New Update
ભરૂચ: પોલીસ દ્વારા 31st પૂર્વે નાઈટ કોમ્બિંગ હાથ ધરાયુ, 2087 ગુના દાખલ કરાયા

ભરૂચ પોલીસ દ્વારા 31st પૂર્વે નાઈટ કોમ્બિંગ હાથ ધરાયુ

ઔદ્યોગિક વસાહતમાં નાઈટ કોમ્બિંગનું આયોજન

ભરૂચ-અંકલેશ્વર-દહેજ-પાનોલી-જંબુસર-ઝઘડિયામાં કાર્યવાહી

2087 ગુના દાખલ કરાયા

230થી વધુ સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં જોડાયો

ભરૂચ જીલ્લાના ભરૂચ-અંકલેશ્વર અને દહેજ,પાનોલી,જંબુસર અને ઝઘડિયામાં ગતરોજ રાતે 10 પોલીસ સ્ટેશનોના 230થી વધુ સ્ટાફે નાઈટ કોમ્બિન્ગ હાથ ધરી 2087 ગુના દાખલ કર્યા હતા. ભરૂચ એલસીબી,એસ.ઓ.જી, પેરોલ ફ્લો, ક્યુ.આર.ડી, બોમ્બ સ્કોડ,ટ્રાફિક પોલીસ સાથે એ, બી, સી ડિવિઝન, તાલુકા અને મહિલા પોલીસ સ્ટેશન સહિતની ટીમો દ્વારા મેગા કોમ્બિન્ગ હાથ ધર્યું હતું.જેમાં જિલ્લાના 10 પોલીસ સ્ટેશનની 10 ટીમ,24 પી.આઈ.,23 પી.એસ.આઈ સહીત 235થી વધુ પોલીસ જવાનોએ સર્ચ હાથ ધર્યું હતું..

ભરૂચ સી ડીવીઝન વિસ્તાર, દહેજ પોલીસે સ્ટેશનની હદ વિસ્તાર તેમજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.,પાનોલી,જંબુસર વિસ્તારમાં મેગા કોમ્બિંગમાં વાહનોના કાફલા સાથે જિલ્લા પોલીસની ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું. જેમાં 2087 ગુનાઓ દાખલ કરાયા હતા. સાથે જ જાહેરનામનો ભંગ કરી રૂમો-મકાનો ભાડે આપનાર 72 મકાન માલિકો સામે ગુનો દાખલ કરાયો હતો. તો 104 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસના કોમ્બિનગમાં 57 પીધેલાઓને પણ લોક અપ ભેગા કરાયા હતા. જ્યારે બી રોલના 239 કેસ,સ્થળ દંડ 16 હજાર, ગોડાઉન વેરહાઉસ અને બંધ કંપની ચેકના 293 કેસ નોંધાયા હતા.અત્રે ઉલ્લેખની છે કે ગુનાખોરી અટકાવવા માટે પોલીસે અત્યાર સુધી 6થી વધુ કોમ્બિન્ગ હાથ ધર્યું છે...

Latest Stories