ભરૂચ શહેરના મતકતમપુર વિસ્તારમાં ગંભીર ગુનાઓ અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસે મેગા કોમ્બિન્ગ હાથ ધરી જાહેરનામાનો ભંગ કરતા 78થી વધુ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ભરૂચ: મતકતમપુર વિસ્તારમાં ગંભીર ગુનાઓ અટકાવવા પોલીસે મેગા કોમ્બિંગ હાથ ધર્યુ,78થી વધુ લોકો સામે ગુનો દાખલ
વડોદરા રેન્જ આઈ.જી.સંદીપ સિંગ અને ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ગંભીર પ્રકારના બનાવો અટકાવવા,પ્રજાની શાંતિ અને સલામતી માટે ગતરોજ રાતે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મકતમપુર ગામમાં મેગા કોમ્બિન્ગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એલસીબી,એસ.ઓ.જી.પેરોલ ફર્લો,ટ્રાફિક શાખા,કયું.આર.ટી અને બીડીડીએસ,એ,બી અને સી ડિવિઝન,મહિલા પોલીસ સ્ટેશન અને તાલુકા પોલીસ સ્ટેશન સહિત 11 ટીમો તેમજ 1 ડી.વાય.એસ.પી.,6 પી.આઈ.,2 પી.એસ.આઈ.,60 પોલીસ માણસો મળી 200થી વધુ પોલીસ જવાનો જોડાયા હતા અને મેગા કોમ્બિન્ગ ઓપરેશન હાથ ધરી એમવી એક્ટ મુજબ 49 વાહનો જપ્ત કર્યા,મકાન ભાડુઆતના 16,પ્રોહીબિશન એકટના 12 અને એમવી એક્ટ હેઠળ એક મળી કુલ 78થી વધુ જાહેરનામાના ભંગના ગુના નોંધી 3500નો સ્થળ ઉપર દંડ વસુલ કર્યો હતો પોલીસના મેગા કોમ્બિન્ગ ઓપરેશનને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો.