ભરૂચ: વેજલપુર વિસ્તારમાં ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 4 જુગારીઓની પોલીસે કરી અટકાયત
ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
BY Connect Gujarat Desk2 Nov 2022 10:28 AM GMT

X
Connect Gujarat Desk2 Nov 2022 10:28 AM GMT
ભરૂચનાં વેજલપુર વિસ્તારમાં જુગાર રમતા ચાર ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ દશામાના મંદિર નજીક ખુલ્લી જગ્યામાં ભેગા થઇ જુગાર રમતા ચાર જેટલા ઇસમોને ક્રાઇમ બ્રાંચે હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જુગારીઓ પાસેથી કુલ ૯૪,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Next Story