/connect-gujarat/media/post_banners/2deec228d2c535c2a2e980b4cb010259ecac08b92f5d8f5152e09e25846af0d8.webp)
ભરૂચ જિલ્લામાં અવારનવાર ગૌવંશના કતલ અંગેની બાબતો સામે આવતી હોય છે, કેટલાક કિસ્સાઓમાં કસાઈઓ પોતાના નાપાક મનસુબા પાર પાડી લેતા હોય છે. તો કેટલાક બનાવમાં પોલીસ આવા તત્વોને ઝડપી પાડી કાયદાના પાઠ શીખવતી હોય છે, ત્યારે જંબુસર પોલીસને ગૌમાસના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ખાનપુરી ભાગોળ રેલ્વે ફાટક પાસેથી પોલીસે બાતમીના આધારે એક પિક અપ ગાડીને રોકી તેની તલાસી લીધી હતી. જે બાદ ગાડીમાંથી અંદાજીત 185 કી.ગ્રામ જેટલું ગૌમાંસ મળી આવ્યું હતું. પોલીસે આ મામલે પિકઅપ ગાડી અને એક મોટર સાયકલ સહિત ગૌમાંસનો જથ્થો કબ્જે કર્યો હતો. સમગ્ર ઘટનામાં પોલીસે જંબુસરના 4 શખ્સોની ધરપકડ કરી તમામ પાસેથી કુલ 1,95,000 રૂપિયાનો મુદ્દામાલનો કબ્જો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.