ભરૂચ: પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મી પર હુમલો,આરોપીએ લોખંડના પાઇપ વડે માર માર્યો

એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ભીમસિંગ રામસિંગભાઈ તેની નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરી દીધો હતો

New Update
ભરૂચ: પોલીસ સ્ટેશનમાં જ પોલીસકર્મી પર હુમલો,આરોપીએ લોખંડના પાઇપ વડે માર માર્યો

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO પર આરોપીએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે ભરૂચ પોલીસ કંટ્રોલને મળેલી માહિતીના આધારે PCR ની ટીમે અસામાજિક પ્રવૃત્તિ મામલે એક વ્યક્તિની અટકાયત કરી તેને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપ્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ભીમસિંગ રામસિંગભાઈ તેની નામઠામ સહિતની વિગતો પૂછી રહ્યા હતા ત્યારે અચાનક હુમલો કરી દીધો હતો.ભીમસિંગ રામસિંગભાઈ વસાવા પૂછપરછ કરી રહ્યા હતા ત્યારે અચાનક આરોપીએ તમેના માથામાં પાઇપનો ઘા કરી દીધો હતો.

આરોપી પાસે સળિયો કઈ રીતે આવ્યો અને તેણે પોલીસ સ્ટેશનમાં પોલીસ ઉપર હુમલો કેમ કર્યો તે પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે.પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મી ઉપર સળીયાથી હુમલાની ઘટના ગંભીરતાથી લેવામાં આવી રહી છે.એકતરફ આરોપી અસ્થિર મગજનો હોવાનો ગણગણાટ છે તો બીજી તરફ ઘટનાના રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા અને નાયબ પોલીસ અધિકક્ષ ચિરાગ દેસાઈ પહોંચ્યા હતા જેમણે ઘટનાનો તાગ મેળવ્યો હતો.આ બાબતે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે