દેશના 15મા પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કોંગી નેતા અને સાંસદ અધિર રંજન ચૌધરીએ રાષ્ટ્રપત્ની તરીકે સંબોધીત કરતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
કોંગી નેતાએ દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપત્ની તરીકે સંબોધી પોતાની માનસિકતા છતી કરી છે. દેશ અને દેશના રાષ્ટ્રપતિ જ નહીં પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું પણ અપમાન થયું છે. ઉપરાંત દેશના બંધારણ વડા તરીકે સર્વોચ્ચ સ્થાને રહેલા રાષ્ટ્રપતિ સાથે આ નારી શક્તિનું પણ અપમાન છે, ત્યારે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકરોએ ભરૂચ શહેરના કસક સર્કલ ખાતે હાથમાં પ્લે કાર્ડ સાથે કોંગી નેતા અને સાંસદ અધિરંજન ચૌધરી દેશ અને રાષ્ટ્રપતિની માફી માંગે તે માટે દેખાવો કર્યો હતો. કોંગી સાંસદ વિરુદ્ધ યોજયેલા વિરોધ પ્રદર્શનમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિતના આગેવાનો, નગરસેવકો, મહિલા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.