Connect Gujarat
ભરૂચ

ભરૂચ: પ્રાકૃતિક કૃષિ અંગે વડાપ્રધાનનો જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજાયો

જમીનને બચાવવા એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલી જોડાઈને સીધો સંવાદ કર્યો

X

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે વડાપ્રધાનનો જીવંત પ્રસારણનો કાર્યક્રમ યોજાયો ભારત દેશ કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે વિશ્વભરમાં કૃષિ પેદાશોમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે લેવામાં આવે છે દેશભરના ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતીના વ્યવસાય સાથે જોડાઈ ખેતી કરતા હોય ખેડૂતો દ્વારા આધુનિક ખેતીની હરીફાઇમાં ખેડૂત જૂની ખેતીની પદ્ધતિને ભૂલી રાસાયણિક ખેતી તરફ વળી રહ્યો છે, પરંતુ તેના ગંભીર પરિણામ આવે છે ત્યારે કૃષિ અને દેશના ભવિષ્ય, જમીનને બચાવવા એકમાત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે જેના ભાગ રૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ખેડૂતો સાથે વર્ચ્યુઅલ પદ્ધતિથી જોડાઈને સીધો સંવાદ કરી માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતી માં કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી રાહત અને યોજનાઓ બાબતે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચના શક્તિનાથ નજીક આવેલા પંડિત ઓમકારનાથ હોલ ખાતે રાજ્યના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં વહીવટી તંત્ર દ્વારા પ્રાકૃતિક ક્રુષિનો વડાપ્રધાન દ્વારા જીવંત પ્રસારણ અને વન ટુ વન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી તુસાર ચૌધરી, ખેતી નિયામક તેમજ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

Next Story