પ્રો લાઈફ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગીક વસાહત નજીક આવેલ 5 ગામોમાં સેવાકાર્યના ભાગરૂપે જરૂરરિયાતમંદોને 1500 તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને ભરૂચ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહયો છે ત્યારે ઘણા એવા પરિવારો છે જેમના માથે છત છે પરંતુ ભારે વરસાદમાં આ છતમાંથી વરસાદી પાણી ટપકે છે ત્યારે આ પરિવારના સભ્યોએ ઘરમાં રહેવું મુશ્કેલ બની જાય છે. આવા પરિવારોની ચિંતા પ્રો લાઈફ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવી હતી.
પ્રો લાઈફ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા આવા પરિવારોની મુશ્કેલી ઓછી થાય એ હેતુસર તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગીક વસાહત નજીક આવેલ ખરોડ,ભાદી,સંજાલી,પાનોલી,બાકરોલ અને ઉમરવાડા ગામમાં રહેતા શ્રમજીવી પરિવારના સભ્યોને તાડપત્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. 5 ગામના 1500 લોકોને બન્ને સંસ્થા દ્વારા તાડપત્રી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ નરેશ ઠક્કર,ઉપપ્રમુખ ભાષ્કર આચાર્ય,પ્રો લાઈફ ફાઉન્ડેશનના કોશાધ્યક્ષ યોગેશ પારિક અને ભારત વિકાસ પરિષદના સેવા ઉપપ્રમુખ કે.આર.જોશી તેમજ સભ્યો અને ગ્રામપંચાયતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.