ભરૂચ : સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત કે.જે.પોલીટેકનીક કોલેજમાં યોજાયો કાર્યક્રમ

ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત કે.જે.પોલીટેકનીક કોલેજમાં યોજાયો કાર્યક્રમ
New Update

ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 લોંચ કરાયા બાદ શિક્ષણ ક્ષેત્રે નવો ઇતિહાસ રચવા ગુજરાત સરકાર સજ્જ બની છે, ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગના સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને રિસર્ચ ઈનોવેશન ફેસ્ટિવલ તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યભરની કોલેજોમાં વિવિધ સ્પર્ધા સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ભરૂચ શહેરની કે.જે.પોલીટેકનીક કોલેજ ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમંત્રિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના આચાર્ય, પ્રાધ્યાપકો, આમંત્રિત મહેમાનો સહીત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Connect Gujarat #BeyondJustNews #program #KJ Polytechnic College #Student Startup #Innovation Policy
Here are a few more articles:
Read the Next Article