Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ઉત્તરાયણ પર્વે ચાઇનીઝ દોરી અને હિન્દુ દેવી-દેવતાના ફોટાવાળી પતંગોના વેચાણ સામે વિરોધ...

ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી તંત્રને આવેદન અપાયું, એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરાયો

X

આગામી ઉત્તરાયણ પર્વ નિમિતે ચાઇનીઝ દોરીના વેચાણ અને હિન્દુ દેવી-દેવતાઓના ફોટાવાળી પતંગોના વેચાણ સામે એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરી કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

આગામી ઉતરાયણના તહેવારને ધ્યાને લઇ ભરૂચમાં એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવાયું છે કે, દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિતે પતંગ ચગાવવાની ચાઇનીસ દોરી કે, જેના વેચાણ પર પ્રતિબંધ છે, તેમાં છતાં કેટલાક લાલચુ વેપારીઓ દ્વારા થોડા વધારે રૂપિયા કમાય લેવાની લાલચે આવી દોરીનું છૂટથી વેચાણ કરવામાં આવે છે. જેના કારણે સામાન્ય નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે. તદુપરાંત હિન્દુ દેવી-દેવતાઓના ફોટાવાળી પતંગો, રાષ્ટ્રીય ચિન્હવાળી પતંગો, મહા પુરુષોના ફોટાવાળી પતંગોનું સમય જતા રસ્તા પર ફાટેલી અવસ્થામાં લોકોના પગ નીચે, વાહનો નીચે આવે છે, જે હિન્દુઓની ધાર્મિક લાગણી અને તમામ ભારતીયોની રાષ્ટ્રીય લાગણીને દુભાવે છે, ત્યારે મામલે વેપારીઓ પર કડક કાર્યવાહી કરવા પોલીસ તંત્રને સૂચના અપાય તેવી માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.

Next Story