Connect Gujarat
ભરૂચ

ભરૂચ : પાલેજ ખાતે DGVCL પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન રેલી યોજાય...

પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચ : પાલેજ ખાતે DGVCL પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન રેલી યોજાય...
X

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીજ સલામતી તેમજ વીજ અકસ્માત ટાળવા માટે તેમજ લોકોમાં જન જાગૃતિ લાવવાના હેતુ સાથે ભરૂચના પાલેજ સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી દ્વારા જનજાગૃતિ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી પાલેજ ઓવરબ્રિજ પાસેથી DGVCLના ડેપ્યુટી એન્જિનિયર જયેશ એન. ત્રિવેદીના અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. આ રેલી નગરની મધ્યમાં આવેલા તળાવ સુધી પહોંચી ત્યાંથી પરત ફરી હતી. રેલી દરમ્યાન DGVCLના કર્મીઓએ હાથમાં વીજ સલામતીના પ્લે કાર્ડ દર્શાવી લોકોને જાગૃત કર્યા હતા. આ સાથે જ વીજ ઉપકરણો કેવી રીતે ઉપયોગમાં લેવા તે વિશે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા. વીજ ઉપકરણોની સલામતી તેમજ વીજલક્ષી અકસ્માતોને ટાળવા માટે વિશેષ ભાર મુક્યો હતો. તો બીજી તરફ, આ જનજાગૃતિ અભિયાન રેલી નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બનવા પામી હતી.

Next Story