ભરૂચ : શાંતિવન સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની કતાર, વરસાદની જોવા મળી અસર

ભરૂચમાં પણ એક જ રાતમાં સાત ઇંચ વરસાદ વરસી ચુકયો છે અને હજી પણ વરસાદ વરસી રહયો છે..

New Update
ભરૂચ : શાંતિવન સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે મૃતદેહોની કતાર, વરસાદની જોવા મળી અસર

ગુલાબ વાવાઝોડાના કારણે રાજયભરમાં વરસાદ વરસી રહયો છે. ` વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે ભરૂચમાં અંતિમ સંસ્કાર માટે ડાઘુઓને સ્મશાન શોધવાનો વારો આવ્યો હતો. ભરૂચના શાંતિવન સ્મશાન માં વરસતા વરસાદ વચ્ચે પણ સવારથી જ મૃતદેહો અંતિમ સંસ્કાર શાંતિવન સ્મશાનમાં આવતા કલાકો સુધી સ્વજનોએ મૃતદેહ સાથે રાહ જોવાની ફરજ પડી હતી તો પાંચ જેટલા મૃતદેહોને કોવિડ સ્મશાનમાં પણ અંતિમ સંસ્કાર અર્થે લઈ જવાની ફરજ પડી હતી.

ભરૂચ શહેરમાં મુશળધાર વરસાદના પગલે મોટાભાગના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે. ભરૂચના દશાશ્વમેઘ ઘાટ ના શાંતિવન સ્મશાનમાં સવારથી જ આઠથી દસ મૃતદેહો અંતિમ સંસ્કાર અર્થે આવ્યા હતા અને તેની સામે સ્મશાનમાં માત્ર ત્રણ જ લાકડાની ચિતા કાર્યરત છે ગેસની ઇલેક્ટ્રિક સગડી પણ માત્ર એક કાર્યરત હતી તે પણ છેલ્લા બે દિવસથી બંધ કરી દેવાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હોવાની ફરિયાદો ઉઠી છે.

Latest Stories