Connect Gujarat
ભરૂચ

ભરૂચ : રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત વાર્ષિકોત્સવ યોજાયો, વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી

સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત ભરૂચ શહેરની રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું.

X

સંસ્કાર ભારતી ટ્રસ્ટ સંચાલિત ભરૂચ શહેરની રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકોએ વિવિધ નૃત્યકૃતિઓ રજૂ કરી હતી.

ભરૂચ શહેરની રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન થાય અને સંબંધો મૂલ્યલક્ષી બને તે હેતુથી વાર્ષિકોત્સવના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ ગુરુવંદનાથી શરૂઆત કરી ગુરુ-શિષ્ય, ભગવાન-ભક્ત, દાદા-દાદી, માતા-પિતા, ભાઇ-બહેન, પડોશી, દેશપ્રેમ, સ્વપ્રેમ જેવા સંબંધોને ઉજાગર કરતા મૂલ્ય લક્ષી સાંસ્કૃતિક કૃતિઓને નિહાળી શ્રોતાઓ ભાવવિભોર બન્યા હતા. વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં 525 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તદુપરાંત શાળામાં છેલ્લા 25 વર્ષથી ફરજ બજાવતા શિક્ષકોને સન્માનિત કરાયા હતા. શાળામાં નિયમિત હાજરીને મહત્વ અપાતા વર્ષ 2022-23માં 100% હાજર રહેનાર વિદ્યાર્થીને સર્ટીફિકેટ આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડો. ચિત્રા જોષી, સંસ્કાર ભારતી ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મધુસુદન રૂંગટા, ટ્રસ્ટી ઉપેન્દ્ર રૂંગટા, ટ્રસ્ટી જુગલ કિશોર રુઈયા, પ્રશાંત રુઈયા, ટ્રસ્ટી કમલેશ ઉદાણી, DEO કિશન વસાવા, રૂંગટા વિદ્યાભવન અને રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલયના કેમ્પસ ડીરેક્ટર કુલવંત્ત મારવાલ, SMCP સંસ્કાર વિદ્યાભવનના એડમીનીસ્ટ્રેટર તેમજ પ્રિન્સીપાલ શર્મિલા દાસ તથા ભરૂચ શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story