/connect-gujarat/media/post_banners/b95abfb881ab9ba563551e44239c7ee37fcc531aa0aa28ffa2bdfd3843b2abfa.jpg)
ભરૂચના આમોદ પંથકમાં ભારે વરસાદના કારણે કાંકરિયા-પુરસા ગામને જોડતા માર્ગ પર વરસાદી પાણી ભરાય જતા સ્થાનિકો અને વિદ્યાર્થી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચના આમોદમાં પડેલા ભારે વરસાદને કારણે કાંકરિયા તેમજ પુરસા ગામના ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.વરસાદને કારણે આમોદ તાલુકાના નીચાણવાળા રોડ ઉપર આવેલા કાંકરિયા-પુરસા રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ રહેતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.ગ્રામજનોએ જીવના જોખમે જીવન જરૂરિયાની વસ્તુઓ લેવા માટે પાણીમાં ટ્રેક્ટર લઈને આમોદ તાલુકા મથકે આવવું પડે છે.ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે રોડ ઉંચો કરવામાં આવે તો બે ગામના લોકોને રાહત થાય તેમ છે.કાંકરિયા તેમજ પુરસા ગામના વિદ્યાર્થીઓએ પણ પાણીમાં પગપાળા જ આમોદ ભણવા આવવા માટે મજબૂર બન્યા હતાં