Connect Gujarat
ભરૂચ

ભરૂચ : હાંસોટના આલિયા બેટમાં વરસાદી પાણી હજી પણ યથાવત, સ્થાનિકોને હાલાકી..!

હાંસોટ તાલુકાના આલિયા બેટ ગામમાં હજી પણ વરસાદી પાણી યથાવત રહેતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

X

ભરૂચ જીલ્લામાં પૂરના પાણી ઓસરતા લોકો આંશિક રાહત અનુભવી રહ્યા છે. તો બીજી તરફ, હાંસોટ તાલુકાના આલિયા બેટ ગામમાં હજી પણ વરસાદી પાણી યથાવત રહેતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદા નદીમાં 13.42 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. અવિરત પાણીના પ્રવાહના કારણે ભરૂચ જિલ્લાના નર્મદા કાંઠા વિસ્તારોમાં 1970માં આવેલી રેલની જેમ પૂરની સ્થિતીનું નિર્માણ થયું હતું. જોકે, હવે પૂરના પાણી ઓસરતા લોકો આંશિક રાહત અનુભવી રહ્યા છે. ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના આલિયા બેટ ગામમાં હજી પણ વરસાદી પાણી યથાવત જોવા મળી રહ્યા છે. આલિયા બેટના 135 જેટલા મકાનોની ઘરવખરીને પૂરના પાણીએ તબાહ કર્યા છે. તો બીજી તરફ, 350થી વધુ પશુ લાપતા બનતા પશુપાલકોને મોટું નુકશાન થવા પામ્યું છે.

Next Story