New Update
/connect-gujarat/media/post_banners/4d232030ea6a24c44c270d37dbe9c5f9569d8da07f1c587b2e6755bd735aca10.webp)
ભરુચના જંબુસર તાલુકામાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈ.જી સંદીપ સિંઘ ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા હતા. ત્યારે તેનું ભવ્ય આગમન કરવામાં આવ્યું હતું. ભરૂચ એસ.પી ડો. લીના પાટીલ તેમજ જંબુસર ડી.વાય એસ.પી ચૌધરી દ્વારા આઈ જી નું કચેરી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈ.જી નું પરેડ દ્વારા સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જંબુસર, કાવી, આમોદ અને વાગરા સહિતના તમામ ડિવિઝનના પી.એસ.આઇ, પી.આઇ સહિતના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા