ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, 45થી વધુ કલાકારોએ લીધો ભાગ

રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

ભરૂચ: રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધા યોજાય, 45થી વધુ કલાકારોએ લીધો ભાગ
New Update

રોટરી કલબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમીના દ્વારા માતરીયા તળાવ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 45થી વધુ રંગોળી કલાકારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ સ્પર્ધા ૨૫ વર્ષ નીચેના અને ૨૫ વર્ષ ઉપરના એમ બે કેટેગરીમાં યોજવામાં આવી.સ્પર્ધામાં નિર્ણાયક તરીકે રંગોળી કલાકાર કુલદીપસિંહ રાણા તથા ચિત્ર શિક્ષક મહેશ વસાવાએ સેવા આપી હતી.સૌ સ્પર્ધકોએ મનમોહક રંગોળી બનાવી હતી.ગૃપ એમાં પ્રથમ ક્રમે મહેતા તન્વી,બીજા ક્રમે રાઠવા સાહિલ, તૃતીય ક્રમે આશિયાના શેખ વિજેતા તેમજ આશ્વાસન ઇનામ દવે કૃતાર્થને જાહેર કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Gujarat #ConnectGujarat #BeyondJustNews #artists #Rangoli competition #Rotary Club of Femina
Here are a few more articles:
Read the Next Article