Connect Gujarat
ભરૂચ

ભરૂચ : બેટીઓના સન્માનમાં સજી રંગોની રંગોળી, રંગોળી જોઇ તમે પણ કહેશો Wahh

બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી.

X

બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન અંતર્ગત ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી ખાતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધક છાત્રાઓએ વિવિધ ફુલોમાંથી એકથી ચઢિયાતી એક રંગોળી તૈયાર કરી સૌના મન મોહી લીધાં હતાં.

વર્તમાન સમયમાં બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન ચાલી રહયું છે. દેશ અને પરિવારના ગૌરવ સમાન બેટીઓના રક્ષણની સાથે તેમનું સન્માન વધે તેવા પ્રયાસો કરાય રહયાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ અભિયાનમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી પણ સહભાગી બની છે. જય અંબે વિદ્યા સંકુલ ખાતે બેટીઓના સન્માનમાં રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી.લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના છાત્રોએ તેમનામાં રહેલી ગર્ભિત કલાને રંગોના માધ્યમથી જીવંત કરી હતી. નિર્ણાયક તરીકે દેશમાં સોશિયલ મિડીયાના ક્ષેત્રમાં ડોકટરેટની ડીગ્રી મેળવનારા ડૉ. ખુશ્બુ પંડયા, ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના આધ્યાપિકા ડૉ. મીનળ દવે તથા લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના નિધિ ચૌહાણ સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

Next Story