ભરૂચ:આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી,આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન

ભરૂચમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું પ્રસ્થાન,આગેવાનોએ રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો

New Update
ભરૂચ:આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિરેથી રથયાત્રા નિકળી,આગેવાનોએ કરાવ્યુ પ્રસ્થાન

ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી આગેવાનોના હસ્તે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

આજરોજ અષાઢી બીજના પાવન પર્વ પર રાજયમાં અમદાવાદ સહિત ઠેર ઠેર રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ભરૂચની આશ્રય સોસાયટીમાં આવેલ ભગવાન જગન્નાથના મંદિરેથી પણ રથયાત્રા નિકળી હતી. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ,વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા તેમજ સંતો મહંતોની હાજરીમાં પૂજન અર્ચન કરાયા બાદ રથયાત્રાનું પ્રસ્થાન કરાવાયું હતું. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન શુભદ્રાએ નગરચર્યા કરી હતી જેમાં અત્યંત ભક્તિસભર વાતાવરણમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. રથયાત્રા દરમ્યાન કોઈ અનિરછનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

Latest Stories